મહેન્દ્રનગર નજીક જુગાર રમતા બે જુગારીઓ ઝડપાયા

Advertisement
Advertisement

મોરબીના મહેન્દ્રનગર નજીક બે પત્તા પ્રેમીઓ તીનપત્તીની નો જુગાર રમતા હોય ત્યારે મોરબી બી ડિવિઝન પોલીસે તેમને પકડી પાડયા છે. ત્યારે આ બાબતે બંને જુગારીઓ વિરુદ્ધ જૂગાર ધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના મહેન્દ્રનગર નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી બિપીનભાઈ હીમતલાલ મેતા અને મૈપતભાઇ નવુભા વાઘેલા નામના શખ્સોને જાહેરમા તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 14,700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.