મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર જાંબુડીયા ગામના બ્રિજ નજીક રસ્તો ઓળંગી રહેલ વૃદ્ધને ટ્રક ચાલકે કચડી નાખ્યા હતા ત્યારે વૃદ્ધનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે હિટ એન્ડ રન ના ગુના સહિત ટ્રક ચાલક વિરોધ ફરિયાદ નોંધાઇ છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા ગામના ઓવરબ્રિજ નજીક રસ્તો ઓળંગી રહેલા પ્રભુભાઇ ચતુરભાઇ સાંથલીયા ઉ.72 નામના વૃઘ્ધને જીજે -12 -એયૂ- 9329 નંબરના ટ્રક ચાલકે ટ્રકના જોટા હેઠળ હડફેટે લીધા હતા બાદ ટ્રક રેઢો મૂકી નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પુત્ર દિનેશભાઇ પ્રભુભાઇ સાંથલીયા રહે. જાંબુડિયા ગામ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.