ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ સાવસર પ્લોટ શેરી નંબર 3માં રહેતા જીલભાઇ પંકજભાઇ ચંડીભમ્મર નામના યુવાને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.19 એપ્રિલના રોજ તેમના ઘર પાસે પાર્ક કરેલ રૂપિયા 50હજારની કિંમતનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે. ત્યારે આ બાબતે પોલીસ મથક સાથે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે અજાણ્યા બાઇક ચોરને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે