ટંકારામા શનિવારે બાલકૃષ્ણ લાલજી હવેલીમા વલ્લભાચાર્ય મહાપ્રભુ જી નો ૫૪૭ મો પ્રાગટ્યોત્સવ ઉજવાશે.

Advertisement
Advertisement

વૈષ્ણવ સંપ્રદાયમા મહાપ્રસાદનુ અનેરૂ મહાત્મ્ય હોય મૂળ ટંકારા નિવાસીઓ ખૂણે ખૂણેથી ઉમટી પડશે.

ટંકારામા આવેલ વૈષ્ણવ સંપ્રદાયની બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે પુષ્ટિ માર્ગિય વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૭ મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વિવિધ મનોરથનુ આયોજન કરવામા આવેલ છે.

 

પુષ્ટિમાર્ગ પ્રવર્તક અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૭ મા પ્રાગટય દિન મહોત્સવ નિમિત્તે ટંકારા દેરીનાકા રોડ ઉપર આવેલી વૈષ્ણવ સંપ્રદાયની બાલકૃષ્ણ લાલજી મહારાજ હવેલી ખાતે ચૈત્ર વદ ૧૧ ના દિવસે આગામી તા. 4 ને શનિવારે મહોત્સવ ઉજવાશે. આ તકે, નિકુંજ નાયક શ્રીનાથજી બાવા તથા પુષ્ટિ પ્રભુ ગોવર્ધનધર શરણાગત વત્સલ શ્રી યમુના મહારાણીજી એવમ્ મહાકરૂણીક મહાપ્રભુજી આર્શિવાદ લેવા વૈષ્ણવોને પધારવા હવેલી ટ્રસ્ટી મંડળ અને ધ્વજબંધ મનોરથ સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે. એક દિવસીય ધાર્મિક મહોત્સવ અંગે મનોરથ સમિતિના લલિતભાઈ આશર, અરવિંદભાઈ રાણપુરા, વિનુભાઈ ગોહેલે માહિતી આપતા જણાવ્યું હતુ કે, આગામી રવિવારે સવારે ૯:૩૦ વાગ્યે હવેલી ખાતે થી કળશયાત્રા નીકળશે. સવારે 11 કલાકે ધ્વજાજી પધરાવાશે, ત્યારબાદ સવારે 11-30 કલાકે શ્રીજીના પલના દર્શન ખુલ્લા મુકાશે અને નંદ મહોત્સવ ઉજવાશે. બપોરે 12 વાગ્યે ઠાકોરજીને રાજભોગ અને તિલક આરતી દર્શન બાદ બીજા સેશનમા સાંજે 4 થી 7 વધાઈ-કીર્તન અને હિચ હમચી પૂર્ણ થયે સાંજે સાત વાગ્યે સમસ્ત વૈષ્ણવ સંપ્રદાય સમૂહ પગંતમા મહાપ્રસાદ લેશે. અંતિમ તબક્કામા સાંજે 7-30 વાગ્યે શયન દર્શનમા બંગલાની ઝાંખી થશે.ભાવિન સેજપાલ, ગોવિંદ આશર, જયદીપ જાની,પરેશ ત્રિવેદી, મનીષ ત્રિવેદી સહિતના યુવાનો વૈષ્ણવ ધર્મોત્સવ ઉજવણી ને આખરી ઓપ આપી રહ્યા છે.

વૈષ્ણવજનો માટે ઓછવ પ્રસાદ પાતરનુ અનેરૂ મહાત્મ્ય.

————————————————————————ટંકારા હવેલીમા આગામી રવિવારે વલ્લભાચાર્ય પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે યોજાયેલા ઓછવના મહાપ્રસાદનુ વૈષ્ણવ સંપ્રદાય માં અનેરૂ મહાત્મ્ય છે. જેમા, મૂળ ટંકારા નિવાસી હોય અને ધંધા રોજગાર અર્થે ગુજરાત કે પરપ્રાંત મા સ્થાયી થયા હોય તો પણ આ દિવસે મહાપ્રસાદ ગ્રહણ કરવા નીચે જમીન પર બેસી એક પંગતે પાતર દુના મા આસ્થાભેર પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે.