ટંકારા:હડમતીયા પ્રાથમિક શાળાના ધોરણ આઠ ના વિધાર્થીઓને વિદાયમાન અપાયુ.

Advertisement
Advertisement
ટંકારા તાલુકાના જડેશ્વર રોડ પર આવેલા હડમતીયા ગામ ની સરકારી કુમાર અને કન્યા પ્રાથમિક શાળાના ધોરણ આઠ ના વિધાર્થીઓનો પ્રાથમિક કક્ષાનો અભ્યાસ પૂર્ણ થતા તથા ધોરણ પાંચ ના વિદાય લેતા ભૂલકાઓને શાળાના શિક્ષકો એ ભાવભેર વિદાયમાન કાર્યક્રમ દિક્ષાંત સમારોહ રૂપે યોજી વિદાય આપી હતી. અહીયા અભ્યાસ કરતા બાળકોને શાળામાંથી વિદાય લઈ પોતાનુ ભવિષ્ય ઉજ્જવળ કરવા શિક્ષકોએ શુભેચ્છા ઓ પાઠવી હતી. આ તકે, શાળા ના ભૂલકાઓએ ગીત, ડાન્સ અને વક્તવ્ય રજુ કરી ઉપસ્થિતોને પ્રભાવિત કર્યા હતા. શાળા પરીવાર વતી તમામ બાળકો ને વિદાયમાન રૂપે નાસ્તો કરાવી ધોરણ આઠ ના બાળકો ને પુરસ્કાર આપી નવાજીસ કરી ભાવભેર વિદાયમાન અપાયુ હતુ.