મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાંથી પાંચ માસ પહેલા એક સગીર વયની દીકરીને અપરણ કરી ભગાડી ગયા હોવાની ફરિયાદ નોંધાય હતી જે બાબતે મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ભરતનગર ગામની સીમમાંથી સગીર વયની દીકરીને આરોપી અપહરણ કરીને ભગાડી ગયો હતો. જે મામલે પાંચ માસ પૂર્વે પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે તપાસ દરમિયાન આ ગુનાનો આરોપી રૂપસિંગ મહેન્દ્રભાઈ ડોડવા (રહે. વિલજરી તા. જિ. અલીરાજપુર, મધ્ય પ્રદેશ) મધ્ય પ્રદેશના બખતગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ચીખોડા ગામે હોવાની ચોક્કસ માહિતી મળી હ તી. જેથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ મોરબીની ટીમ મધ્ય પ્રદેશના ચીખોડા પહોંચી હતી અને આરોપી રૂપસિંગ ડોડવાને ઝડપીને આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.