પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રૂપિયા પડાવી લેનાર ગેંગના એક આરોપીને ઝડપી પાડતી મોરબી એલસીબી

Advertisement
Advertisement

મોરબીમાં રીક્ષા ચાલક દ્વારા પેસેન્જર તરીકે બેસાડી ખિસ્સામાંથી રોકડા રૂપિયા પડાવી લેવાના કિસ્સામાં મોરબી એલસીબી દ્વારા ગેંગના એક સભ્ય આરોપીને ઝડપી પાડ્યો છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ગત તા.૨૬ એપ્રિલના રોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરીયાદીને ઓટો રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ફરીયાદીના પેન્ટના ખીસ્સામાંથી રોકડા રૂપીયા-૪૬,૦૦૦/- ની ફરીયાદીની નજર ચૂકવી રીક્ષામાં બેઠેલ સ્ત્રી-પુરૂષોએ ચોરી કરી વીસી ફાટક પાસે રીક્ષામાંથી ઉતારી દિધેલ હોય જે અંગે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.માં ગુનો નોંધાયો હતો.

આ રીક્ષા મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઉભેલ હોવાની હકીકત મળતા રીક્ષા ચાલક નટવરભાઇ ઉર્ફે નટુ દિનેશભાઇ કુંવરીયા ઉ.વ. ૨૮ ધંધો રહે. રાજકોટ, ગોંડલ ચોકડી પરફેકટના શો રૂમ પાસે મફતીયાપરા વાળાને ત્યાથી મોરબી એલ.સી.બી કચેરી ખાતે લાવી પુછપરછ કરતા પોતે તથા પોતાના મીત્ર રવીભાઇ મકવાણા તથા તેની મમ્મી ગીતાબેન રહે. બન્ને રાજકોટ ઘંટેશ્વર પચીસવારીયા કવાર્ટસ એમ ત્રણેયે મળી ગુનો આચર્યો હોવાની કબૂલાત આપતા ઇસમ પાસેથી ગુનામાં વપરાયેલ સી.એન.જી. ઓટો રીક્ષા તથા રોકડા રૂપીયા-૩૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૧,૦૫,૦૦૦/- મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે ફરાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.