બનાવની ટૂંકમાં વિગત એવી છે કે હળવદ પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.રજી. નંબર 664/2024 એન ડી પી એસ એક્ટની કલમ 8(સી),૧૫(બી) ના ગુનાના કામે આરોપી ભેરૂ લાલ ઉર્ફે ભૈરવનાથ હરકિશન ગુરજરને પોસ ડોંડા નો પાવડર વજન 3 કિલો 331 ગ્રામ અન્ય આરોપી ને આપેલ નો આક્ષેપ હોય આરોપીની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવેલ અને ત્યારબાદ આરોપી ભૈરુલાલ ઉર્ફે ભૈરવનાથ હરકિશન ગુરજર રહે રાજસ્થાન વાળાએ મોરબીના સિનિયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજ શ્રી આર. જી. દેવધારા સાહેબની કોર્ટમાં જામીન પર મુક્ત થવા માટે રેગ્યુલર જામીન અરજી કરતાં નામદાર ડીસ્ટ્રીક જજ શ્રી એ આરોપી ભૈરૂલાલના વકીલ શ્રી મનીસ પી. ઓઝા(ગોપાલ ઓઝા) ની ધાર દલીલોને માન્ય રાખી આરોપીને ₹40,000 ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે આરોપી તરફે વકીલ શ્રી મનીસ પી. ઓઝા(ગોપાલ ઓઝા) તથા કુ. મેળાઝ એ. પરમાર રોકાયેલ હતા.