વાડી વાવતા મધ્યપ્રદેશના ખેત શ્રમિક જીરું વેચાણ પેટે ભાગમાં આવેલા 45 હજાર લઈ દેશમાં જતા હતા ત્યારે માળીયા ફાટકેથી વીસીફાટક સુધીમાં નાણાં પડાવી લઈ રીક્ષા ચાલક ફરાર થઇ જતા વૃદ્ધ દ્વારા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાઘપર ગામે મનસુખભાઇ રાંકજાની વાડી વાવતા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની જામસિંહ મેથુસિંહ બબરીયા ઉ.60 નામના વૃદ્ધને જીરું વાવેતર બાદ ભાગમાં મળેલા 53 હજાર લઈ મધ્યપ્રદેશ જવા નીકળતા લગ્નપ્રસંગ માટે કપડાં ખરીદી માળીયા ફાટકેથી લીલાકલરના પીળા હુડ વાળી એપલની નિશાની વાળી રીક્ષામાં બેસતા વીસી ફાટક સુધીમાં રીક્ષામા બેઠેલ ગઠિયા ગેંગે પેન્ટના ખિસ્સામાં રહેલ રોકડ રકમની તફડંચી કરી લેતા વૃદ્ધ હક્કા બક્કા રહી ગયા ગયા હતા. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અજાણ્યા રીક્ષા ચાલક અને તેની સાથે રહેલા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.