મોરબી: તમામ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ઉદાહરણ નો દાખલો આપતી ખુશાલી

Advertisement
Advertisement

જી..હા જિંદગી ની પરીક્ષા માં તો આગળ જઈને પાસ થવાનુ જ છે પણ તે પહેલાં ભણતર ની પરીક્ષા માં પાસ પણ થવું છે તેવું માનતી ખુશાલી આજરોજ લગ્ન ન પોશાકમાં પી.જી પટેલ કોલેજ પોહચીને M.COM. ની પરીક્ષા આપી હતી એક જ દિવસે પરીક્ષા અને લગ્ન હોય ત્યારે બને જવાબદારી ખુશાલી એ નિભાવી હતી જેમાં તેને પ્રોત્સાહન તેમના ભાવિ પતિ રાજ જોષી એ આપ્યું હતું

મોરબીની પી. જી. પટેલ કોલેજમાં અભ્યાસ કરતા ખુશાલી ચાવડા કે જેઓના આજે લગ્ન હતા અને સાથે સાથે એમ. કોમ. સેમ – 4 ની પરીક્ષા પણ હતી ત્યારે આવી સ્થિતિ વચ્ચે તેઓ પાનેતર પહેરીને પરીક્ષા દેવા પહોંચ્યા હતા અને તમામ લોકોની આંખો ચોંકી ઉઠી હતી

સંસારની પરીક્ષા પહેલા ભણતરની પરીક્ષા આપનાર ખુશાલીબેન આ તકે, જણાવ્યું કે આવી સ્થિતિ વચ્ચે પરીક્ષા આપવા માટે આવવું થોડું મુશ્કેલ હતું પણ પરિવારનો સાથ હતો એટલે શક્ય બન્યું અને આ સાથે બીજા વાલીને વિનંતી કરતા કહ્યું કે દીકરીઓને શિક્ષણ માટે પૂરતો સાથ આપે. આમ ખુશાલીબેન તમામ વિદ્યાર્થી માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું