મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ નજીકથી એક ઈસમને વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડ્યો છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ સમર્પણ હોસ્પિટલ પાસેથી મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આરોપી અલ્પેશ પ્રભુલાલ ખોખાણી રહે.લો વાસ, લક્ષ્મીનારાયણ શેરી, ટંકારા નામના યુવાનને વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 1020 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.