ચુંટણી શાંતિપુર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય અને આદર્શ આચારસહિતાનો અમલ થાય તે હેતુથી મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટે ઇસમો વિરુધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરેલ છે.જેને પગલે પોલીસે લાલજીભાઇ ઉર્ફે કૌશીકભાઇ જગદીશભાઇ નિમાવત ઉવ-૩૩ રહે જુના નાગડાવાસ તા.જી.મોરબીને ભાવનગર જેલ, અશ્વિનભાઇ રાધવજીભાઈ રાઠોડ ઉવ-૨૨ રહે.જુના નાગડાવાસ તા.જી.મોરબીને જૂનાગઢ જેલ, સાગર ઉર્ફે હઠો રામૈયાભાઈ સવસેટા ઉવ.૨૮ રહે.વવાણીયા તા. માળીયા મિંયાણાને જામનગર જેલ તથા રેખાબેન લલીતભાઇ વધોરા ઉવ.૩૫ રહે. મોરબી વાવડી રોડ, ન્યારા પેટ્રોલપંપ પાછળ, સ્વામીનારાયણ પાર્ક તા.જી.મોરબીવાળાને વડોદરા જેલમાં મોકલી આપેલ છે.