મંગળવારે સવારે મંદિરેથી શોભાયાત્રા નિકળી લક્ષ્મીનારાયણ દાદા ને ધ્વજાજી અર્પણ કરાશે, રાજભોગ દર્શન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.
ટંકારાના મુખ્ય પ્રવેશદ્વાર સામે ડેમી નદીના કાંઠે આવેલુ પૌરાણિક પંચમુખી હનુમાનજી મંદિરે આજે મંગળવારે હનુમાનજી જન્મોત્સવ પ્રસંગે મંદિરના મહંત દ્વારા સેવક ગણ ના સહયોગથી ધર્મોત્સવ ઉજવવાનુ નક્કી કરાયુ છે. જેમા, સવારે શોભાયાત્રા યોજી લક્ષ્મીનારાયણ દાદા ને ધ્વજાજી પધરાવવામા આવશે.
ટંકારા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સામે જુના બસ સ્ટેન્ડ પાસે ડેમી નદીના કાંઠે આવેલ પૌરાણિક પંચમુખી હનુમાનજી મંદિર ખાતે વર્ષો ની પરંપરા મુજબ હનુમાનજી જન્મોત્સવ ઉજવવા મા આવશે. જેમા, મંદિરના પૂર્વ બ્રહ્મલીન મહંત રામદાસ બાપુ ની પૂણ્યતિથિ નિમિત્તે હાલ ના મહંત સીતારામ બાપુ દ્વારા સેવક ગણ ના સહયોગથી નગરના ગ્રામ દેવ તરીકે પુછાતા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દાદા ના મંદિર ના શિખરે ધ્વજાજી પધરાવવામા આવશે. જે અનુસંધાને પંચમુખી હનુમાન મંદિર થી અનેક સેવક સમુદાય સાથે સવારે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાશે. શોભાયાત્રા પૂર્ણ થયે હનુમાનજી સન્મુખ રાજભોગ ધરાવી મહા આરતી, શંખનાદ કરાયા બાદ સમૂહ મહાપ્રસાદ નુ આમંત્રિત સેવકો માટે દેરીનાકા રોડ પર આવેલા મચ્છુ માતાજી મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હોય ધર્મ પ્રેમી લોકો ને ધર્મ લાભ લેવા મહંત દ્વારા અનુરોધ કરાયો છે.