હનુમાનજી જન્મોત્સવ સ્પેશિયલ ટંકારા થી દોઢેક કીમી દુર વગડામા સ્વયંભૂ પ્રગટ થયેલા જારવાળા હનુમાનજી મંદિર ભાવિકો ની આસ્થા નુ કેન્દ્ર 

Advertisement
Advertisement

મંગળવારે જારવાળા આશ્રમ ખાતે હનુમાનજી જન્મોત્સવ પ્રસંગે મારૂતિ યજ્ઞ, મહા આરતી, રાજભોગ દર્શન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.

મહંતશ્રી મહાકાલ બાપુ દ્વારા ધાર્મિક જનો ને ધર્મલાભ લેવા અનુરોધ કરાયો છે.

હર્ષદ ત્રિવેદી, ટંકારા.

ટંકારાથી દોઢકિ.મી.દુર મોરબી હાઈવે તરફ ડેમીનદીના કાંઠે વગડામા આવેલુ હજારો વષઁ પૌરાણિક જારવાળા હનુમાનનુ મંદિર આવેલુ છે. લોકવાયકા પ઼માણે હનુમાનજીની મુર્તિ સ્વયંભૂ પ઼ગટ થયેલી અને ચમત્કારિક છે. અહીંયા મંદિરના મહંત દ્વારા માથુ ટેકવવા આવતા આસ્થાળુ ભાવિકજનો સાથે સત્સંગ સાથે કાયમ ચા ભોજન કરાવવામા આવે છે.                                             

ટંકારા શહેરથી મોરબી તરફના હાઈવે ઉપર દોઢેક કિ.મી.દુર બારનાળા નજીક ડેમીનદીના કાંઠે જારવાળા હનુમાનજીનુ મંદિર આવેલુ છે.લોકવાયકા પ્રમાણે મંદિરમા બિરાજતા હનુમાનજી ની મુર્તિ હજારો વર્ષ પૂર્વે જમીન માથી સ્વયંભૂ પ્રગટ થઈ હોવાની લોકવાયકા મુજબ વર્ષો અગાઉ અહિયા એક ગામડુ વસેલુ હતુ. પરંતુ સમય વિતતા માનવ વસવાટ વાળુ ગામડુ લગભગ ચારસો વર્ષ પૂર્વે અન્યત્ર સ્થળાંતર થઈ જતા હનુમાનજી ની મુર્તિ વગડામા વર્ષો સુધી વખંભર પડી રહી અપુજ રહી હતી. પરંતુ મુતિઁ ચેતનવંતી અને દૈવત હોવા થી ફરી જાગૃત થઈ હતી. અને ધીમે ધીમે ધાર્મિક લોકો ફરી આવતા થયા હતા. અને કોઈ ભાવિકે શરૂઆતમા નાનકડી દેરી બનાવી ફરી એકવાર સવાર સાંજ ધૂપ દીપ આરતી આરાધના કરવી શરૂ કરી હતી. હાલ, મંદિરમા મહંત તરીકે મહાકાલ બાપુ છેલ્લા એકાદ વર્ષથી અહીંયા બિરાજમાન થઈ સ્થાયી થયા છે. અગાઉ એક્સો વર્ષ ના બ્રહ્મલીન મહંત નિરવાણીબાપુની અનેરી સેવાભક્તિ અને ધાર્મિક જનો ના સાથે ના સરળ અને મળતાવડા સ્વભાવથી આસ્થાળુઓની મદદથી મંદિરનો જીર્ણોધ્ધાર કરીને અહીંયા મન ને શાંતિ મળે એવુ મંદિર બની ચુક્યુ છે. વર્તમાન સાધુ મહાકાલ બાપુ ની સાધુતા ભરી ભક્તિ થી મંદિરે આસ્થાભેર ટંકારા, ધ્રુવનગર સહિતના પંથક ના નિયમીત આવતા શ્રધ્ધાળુ ભાવિકજનો ની મદદથી ધાર્મિક સ્થળ એક રમણીય સ્થાન બની ચુકયુ છે. હાલમા, મંદિરની લગોલગ હનુમાનજી ની વિશાળકાય દસેક ફુટ ઉંચી મુર્તિ ધુ઼વનગર ગામ ના રાજેસભાઈ ભટાસણા એ ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન કરીને મંદિરના પટાંગણમા લોકોને દર્શનાર્થે પધરાવી છે.જે મંદિરની શાન મા વધારો કરે છે. મંદિરમા ટંકારાના નવિનભાઈ મિસ્ત્રી, દરજી ગીરીશભાઈ ચૌહાણ, તુલસીભાઈ પ્રજાપતિ, પંકજભાઈ ત્રિવેદી, જયેશ પરમાર, વિરેન્દૃસિંહ જાડેજા, હર્ષ ત્રિવેદી, સંજય વ્યાસ, રમેશભાઈ રબારી સહિતના કાયમી નિઃસ્વાર્થ ભાવે મુક સેવા ભક્તિ કરે છે. આવતીકાલે મંગળવારે હનુમાનજી જન્મોત્સવ પ્રસંગે મંદિરના વિશાળ પરીસર મા મહંત દ્વારા સેવક ગણ ના સહયોગથી ધર્મોત્સવ પ્રસંગ ઉજવાશે. જેમા, સવારે મારૂતિ યજ્ઞ, મહા આરતી, રાજભોગ દર્શન, બપોરે અનુયાયીઓ માટે સમૂહ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. હનુમાનજી જન્મોત્સવ ની પૂર્વ સંધ્યાએ સોમવારે ભજન સંધ્યા સાથે ઉજવણી નો પ્રારંભ થશે.