કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષકશ્રી પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેમણે C-VIGIL કંટ્રોલરૂમમાં આવેલી વિવિધ પ્રકારની ફરિયાદો, ફરિયાદોના નિરાકરણ માટે લેવાયેલ સમય વગેરે બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. C-VIGIL ના મિકેનિઝમ વિશે વિગતે માહિતગાર થઈ તેમણે C-VIGIL અંતર્ગત આવેલી ફરિયાદોનું તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ થાય તે બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, ચૂંટણી મામલતદારશ્રી જાવેદ સિંધી તેમજ મોનીટરીંગ સેલના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.