વાંકાનેર સીટી પોલીસ ઈમેજ પેટ્રોલિંગ દરમિયાન જિનપરા જકાતનાકા નજીકથી આઇ.પી.એલ. મેચ પર સટ્ટો રમતા બે સટ્ટેબાઝ ને ઝડપી પાડ્યા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન જીનપરા જકાત નાકા નજીક આવેલ બાલા હનુમાન મંદિર સામેથી આરોપી જીગ્નેશ ઉર્ફે પેપો અશ્વિનભાઈ વીંછી અને કલ્પેશ બાબુલાલ મહેતા નામના શખ્સને મોબાઈલ ફોન વડે આઇપીએલ ક્રિકેટ મેચમાં લખનઉ સુપર જાયન્ટ અને ચેન્નઈ સુપર કિંગ્સ ઇલેવન ટીમ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 2700 તેમજ 10 હજારના મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.