ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિલાવરભાઈ મુસાભાઈ ભાણું, મુકેશભાઈ જીવરાજભાઈ પરમાર, મુકેશભાઈ કાળુભાઇ મિયાત્રા અને વેલજીભાઈ હંસરાજભાઈ સવસાણી નામના આરોપીઓ તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે આરોપીઓના કબ્જામાંથી રોકડા રૂપિયા 12,700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.