વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર રોંગ સાઈડમાં આવતા ડમ્પર ચાલકના હડફેટે બાઈક સવારનું મોત

Advertisement
Advertisement

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર રોંગ સાઈડમાં આવી રહેલ ડમ્પર ચાલક એ પોતાની સાઇડમાં આવતા બાઈક ચાલક ને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં પાછળ બેઠેલા એક યુવાનનું મોત નીપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુંવા ઓવરબ્રિજ નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા જીજે- 12 – બીએક્સ – 5944 નંબરના ડમ્પર ચાલકે પોતાની સાઈડમાં આવી રહેલા મોરબીના બાઈક ચાલક પૃથ્વી રાજેશભાઇ પરમારના બાઇકને હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા રોહિત વિપુલભાઈ ઝાલા નામના યુવાનનું મૃત્યુ નીપજયું હતું જ્યારે પૃથ્વીને ગંભીર ઇજાઓ પહોંચતા ડમ્પર ચાલક વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.