છતીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ મથકમાં દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપીને મોરબી પોલીસ દ્વારા માટેલ રોડ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ છતીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ મથકમાં દુષ્કર્મના ગુનામાં આરોપી વિશાલસિંહ મુન્નાસિંહ ઠાકુર (ઉ.વ.૨૩) વાળો હાલ માટેલ રોડ અમરધામ પાસે ઓરડીમાં ભાડેથી રહેતો હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી આરોપી વિશાલસિંહ મુન્નાસિંહ ઠાકુરને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી માટે છતીસગઢ પોલીસને સોપવામાં આવ્યો છે