મોરબીના ખાનપર આમરણ રોડ પર બાદનપર ગામની સીમમાં ખરાબામાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને મોરબી એલસીબી ની ટીમે ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીની ટીમે ખાનપર આમરણ રોડ પર બાદનપર ગામની સીમમાં ખરાબામાં જાહેરમાં જુગાર રમતા પ્રાગજીભાઇ જેઠાભાઇ ઠોરીયા ઉવ-૬૭ રહે.રામનગર ખારેચીયા, બચુભાઇ પુનાભાઇ ડાંગર ઉવ-૬૧ રહે કોયલી, ભરતભાઇ મોમયાભાઈ કુંભારવાડીયા ઉવ.૪૮ રહે.બેલા આમરણ, જંયતિલાલ તળશીભાઇ રાઘવાણી ઉવ-૪૬ રહે ધુળકોટ અને જયેશભાઇ માનસંગભાઈ મકવાણા ઉવ-પર રહે. બાલંભા વાળાને રોકડા રૂ.૪૦,૯૫૦/- તથા ઇનોવા મળી કિ.રૂ.૭,૪૦,૯૫૦/-ના મુદામાલ સાથે પકડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.