મોરબીના રવાપર રોડ પર આવેલ ક્રિષ્ના સ્કૂલ પાછળ ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતો એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે ઉપરાંત છઠ્ઠો રમતા આરોપી દ્વારા બુકિ નું નામ ખોલાતા રાજકોટના બુકિ ને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ રવાપર રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલ પાછળ ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી જયદીપ મહેશભાઇ લો રહે.રવાપર ગામ વાળાને ક્રિકેટ ગુરુ એપ્લિકેશન મારફતે રાજસ્થાન રોયલ અને કલકતા નાઈટ રાઈડર ટીમ વચ્ચે રમાતા ટવેન્ટી – ટવેન્ટી મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા ઝડપી લઈ 1100 રોકડા તેમજ 10 હજારનો મોબાઇલ મળી 10,100ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.વધુમાં સટ્ટો રમતા પકડાયેલ આરોપી મહેશ લોની પૂછતાછ દરમિયાન આરોપીએ ક્રિકેટ મેચનો સટ્ટો રાજકોટના આરોપી કલ્પેશ મારફતે રમતો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી રાજકોટના કલ્પેશ નામના આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.