વાંકાનેર પોલીસે મેસરિયા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી બોલેરો ગાડી માંથી ૪૨૦ લિટર દેશી દારૃનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. ત્યારે એકની અટકાયત કરવામાં આવી.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે મેસરિયા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી આરોપી વિજય મોહનભાઇ મકવાણા રહે.રાજપરા, તા.ચોટીલા અને જયંતિ દેવશીભાઈ ચૌહાણ રહે.ચિરોડા તા.ચોટીલા વાળાને નંબર પ્લેટ વગરની બોલેરો ગાડીમાં 420 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 8400 તેમજ 3 લાખની બોલેરો ગાડી સહિત કુલ રૂપિયા 3,08,400 સાથે પકડી પાડી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.