વાંકાનેર તાલુકાના જાલીડા ગામે આવેલ એક પેકેજીંગ ની ફેક્ટરીમાં કામ કરતા બિહારના વૃદ્ધનું કોઈ બીમારી ના કારણે બેભાન થઈ જતા મોત નીપજ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામે આવેલ દેવ પેકેજીંગ નામના કારખાનામાં કામ કરતા મૂળ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના વતની વાસુદેવભાઈ શિવધરભાઈ રામ ઉ.68 નામના વૃદ્ધ કોઈ બીમારી સબબ બેભાન બની ગયા બાદ સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.