હળવદના સરા રોડ પર રાત્રિ દરમિયાન 3 અજાણ્યા ઈસમો એ મૂળ રાજસ્થાનના યુવાનને આંતરી તેમની પાસેથી રોકડ રૂપિયા તેમજ ૧૦ હજાર રોકડ ગૂગલ પે કરવી ઉઘાડી લૂંટ કરી હતી ત્યારે આ બાબતે હાલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.
હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મૂળ રાજસ્થાનના યુવાન પ્રકાશભાઈ ગોપાલભાઈ કુમાવત ઉ.26 નામના યુવાને જાહેર કર્યું હતું કે, ગત તા.10ના રોજ તેઓ સરા રોડ ઉપર આવેલ કેનાલના રસ્તેથી પસાર થતા હતા ત્યારે રાત્રીના સમયે ત્રણ અજાણ્યા શખ્સોએ આંતરી ગળે છરી મૂકી કોઈ સ્થળે લઈ જઈ ખિસ્સામાં રહેલા રોકડા રૂપીયા 4500 તેમજ મોબાઈલ ફોનમાં ગૂગલ પે એકાઉન્ટમાંથી રૂપિયા 10 હજાર ટ્રાન્સફર કરાવી કુલ મળી 14,500ની લૂંટ કરી લાકડી વડે માર મારતા ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.