વાંકાનેર ના જેતપરડા ગામે રહેતા અને ઇકો કાર ચલાવતા એક યુવાન ને વાંકાનેર હાઇવે પર જીનપરા જકાતનાકા નજીક ઇકો કારમાં મુસાફરો ભરવા બાબતે આ કામના આરોપી સાથે ઝઘડો થયો હોય જે બાબતનો ખાસ રાખી ગઈ કાલે સાંજે આ કામના ફરિયાદીને માથાના ભાગે તેમજ પેટના ભાગે છરીના ઘા મારી ઇજાઓ પહોંચાડતા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જેતપરડા ગામે રહેતા અને ઇકો કાર ચલાવતા વિભાભાઈ ઉર્ફે બાબુભાઇ મોનાભાઈ સરૈયા ઉ.25 નામના યુવાનને ગઈકાલે વાંકાનેર હાઇવે ઉપર જીનપરા જકાત નાકા નજીક આરોપી સાહિલ હુસેનભાઈ પીપરવાડિયા અને ફૈઝલ હુસેનભાઈ પીપરવાડિયા રહે.બન્ને જીનપરા વાંકાનેર વાળાઓએ અગાઉ ઇકોમાં મુસાફર ભરવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી જેમ ફાવે તેમ ગાળો આપી છરી વડે માથામાં તેમજ પેટના ભાગે ઘા મારી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.