મોરબી ના નવા બસ સ્ટેશન ખાતે આવેલ ઘુઘરાની દુકાનમાં ગતરોજ ત્રણ જેટલા સામાજિક તત્વો એ ઘૂસી દુકાનમાં કામ કરતા મહિલા તેમજ અન્ય કામદારોને ધમકાવી બેફામ ગાળો આપી તોડફોડ કારક જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નં.૧૪ માં રહેતા અને નવા બસ સ્ટેન્ડમાં આર.કે.ઘૂઘરાની દુકાનનું સંચાલન કરતા મીરાબેન સનતભાઇ દુબલ ઉવ.૩૨ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી તૌફીક ઇબ્રાહીમભાઇ ચાનીયા રહે.પરષોત્તમ ચોક, કાનજી રાવળ તથા અન્ય અજાણ્યો એક એમ કુલ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે ગત મોડી સાંજે આશરે સાડા આઠ વાગ્યે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ નવા બસ સ્ટેન્ડમાં આવેલ આર.કે.ઘૂઘરાની દુકાને આવી કોઈ કારણ વગર મીરાબેનને અને દુકાનમાં કામ કરતા માણસને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં ત્રણેય આરોપીઓએ દુકાન બહાર પડેલ ટેબલ-ખુરશી તથા પાણી માટેના જગના ઘા કરી તોડી નાખ્યા હતા તથા દુકાનની અંદર રહેલ કાઉન્ટર ઉપાડી બહાર ઘા કરી તેને પણ તોડી નુકસાની કરી સ્થળ ઉપરથી ચાલ્યા ગયા હતા. આ બાબતે હાલ પોલીસમાં તો ખાતે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે