ખોડાપીપર ગામ નજીક કેનાલમાં દારૂના ચકલા સગેવગે કરતા ઝડપી પાડવામાં આવ્યા

Advertisement
Advertisement

મોરબી તાલુકાના ખોડાપીપર ગામ પાસે કેનાલમાં અમુક ઈસમો દારૂની બોટલો સગેવગે કરી રહ્યા હોય ત્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ પરથી આશરે વિદેશી દારૂના 255 નંગ ચપલા ઝડપી પાડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલી કે, મોરબી તાલુકાના ખોડાપીપર (કોયલી) ગામ પાસે આવેલ કેનાલમાં અમુક ઈસમો વિદેશી દારૂની બોટલો સગેવગે કરી રહ્યા છે. આ બાતમીને આધારે રેઇડ કરતા આરોપી મિયાજર ઉર્ફે જગો લક્ષ્મણભાઇ જારીયા, રહે.ખોડાપીપર(કોયલી) તા.જી.મોરબી વાળો વિદેશી દારૂના ચપલા સગેવગે કરતા મળી આવતા પોલીસે સ્થળ ઉપરથી 255 નંગ ચપલા કિંમત રૂપિયા 25,500 કબ્જે કર્યા હતા.