ટંકારાના નેકનામ ગામે પરપ્રાંતિય શ્રમિક પરીવારની તરૂણી નો ખોલી મા લટકી આપઘાત.

Advertisement
Advertisement

પાડોશમા રહેતા હમવતની ના પ્રેમ મા પાગલ સગીરાએ તરૂણાવસ્થાના આવેશમા અંતિમ પગલુ ભર્યા નુ અનુમાન.

ટંકારાના નેકનામ ગામે જીનિંગ ફેકટરીમા વસતા પરપ્રાંતિય શ્રમિક પરીવારની આશાસ્પદ તરૂણી એ પોતાની ખોલી મા લટકી જઈ આત્મહત્યા કરી લેતા મજુર પરીવાર હતપ્રભ થયો હતો. બનાવની જાણવા મળ્યા મુજબ મૃતક સગીરા તરૂણાવસ્થામા પાડોશી સાથે પ્રેમ મા લપસી જઈ તેની સાથે વતનમા જવાની જીદ કરતી હોય માતા એ ઠપકો આપતા માઠુ લાગતા અંતિમ વાટ પકડી લીધી હતી. ટંકારા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

ટંકારા તાલુકાના નેકનામ ગામે પડધરી રોડ પર આવેલી જીનિંગ મિલમા મજુરી કામ કરતા સરદારભાઈ મૈડા નામના પરપ્રાંતિય શ્રમિક પોતાના પરીવાર સાથે ફેક્ટરી ની ખોલી મા વસવાટ કરે છે. શ્રમિક પરીવારની આશાસ્પદ તરૂણી સુનિતા (ઉ.વ.૧૭) એ પોતાના રહેઠાણ ની ઓરડીમા લટકી જઈ ગળાફાંસો ખાઈ ઓચિંતા આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે મજુર પરીવારની આશાસ્પદ તરૂણીના આત્મઘાતી પગલાની જાણ ટંકારા પોલીસને થતા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યા મુજબ મૃતક સુનિતા તરૂણ અવસ્થામા ફેકટરી મા રહેતા ફિડર રીપેરીંગ કામ કરતા અને પાડોશ મા રહેતા પોતાના વતનના રવિ નામના પરપ્રાંતિય સાથે પ્રેમ મા પગ લપસી જતા ઘેલી બની હતી. રવિ વતન ગયો હોય મૃતક સગીરાએ પણ વતન જવાની જીદ કરતા માતા એ ના પાડતા માઠુ લાગતા અંતિમ વાટ પકડી લીધી હતી.