મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ આલાભાઇ જારીયા પરિવાર દ્વારા આગામી તા. ૧૭ એપ્રિલથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે
જારીયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તારીખ ૧૭ એપ્રિલથી તા. ૨૩ એપ્રિલ દરમિયાન શ્રીકૃષ્ણ ધામ, બોયઝ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, મોરબી ખાતે યોજાશે જેમાં કથા વક્તા તરીકે પ.પુ.પુરાણાચાર્ય શાસ્ત્રી રવીન્દ્રભાઈ જોશી (સરધાર-જુનાગઢ) વાળા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે ભાગવત સપ્તાહનો પ્રારંભ તા ૧૭ એપ્રિલના રોજ પોથીયાત્રાથી પ્રારંભ થશે કથા શ્રવણ દરરોજ બપોરે ૩ થી સાંજે ૭ સુધી રહેશે તેમજ તા. ૨૩ ના રોજ સવારે ૯ થી ૧૨ કલાકનો રહેશે તેમજ સપ્તાહ દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે
તે ઉપરાંત તારીખ ૧૮ એપ્રિલના રોજ લોક ડાયરો યોજાશે જેમાં પ્રખ્યાત લોકસાહિત્યકાર રાજભા ગઢવી ડાયરાની જમાવટ કરશે તેમજ તા. ૨૨ ના રોજ શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમ યોજાશે