ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 10/04/24 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટેનન્સ ના કામ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ત્યારે આવતીકાલે વેરિટાસ JGY ફીડર ( ઊંચી માંડલ ગામ વિસ્તાર) માં સવારે ૮ થી બપોરે ૧:૦૦ વાગ્યા તથા પાનેલી ખેતીવાડી ફીડર માં સવારે ૮ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
તેમજ ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ ગ્રાહકોમાં દર્શાવેલ સમય સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.. તેઓ નાયબીજનેર ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું