હળવદમાં ચોકાવનારી ઘટના સામે આવી, મોબાઇલમાં વિડીયો જોવાની ના પાડતા સગીરાએ ગળેફાંસો ખાધો.

Advertisement
Advertisement

મોબાઈલ એ કોઈ નશા કે વ્યસન થ ઓછું નથી ત્યારે દિવસેને દિવસે મનુષ્ય આ વ્યસન તરફ વળી રહ્યું છે અને મોબાઈલના કારણે અનેક લોકોના જીવન પણ બરબાદ થઈ ચૂક્યા છે અને ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક ચોક આવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં મોબાઇલમાં વીડિયો જોવાની ના પાડતા 16 વર્ષની સગીરાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ બાબતે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા અને ખેતમજૂરી કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની કમલેશભાઈ કંચનભાઈ નાયકે તેમની 16 વર્ષની પુત્રી કિંજલને મોબાઈલમાં વીડિયો જોવાની ના પાડી ઠપકો આપતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે હળવદ પોલીસે નોંધી તપાસ શરૂ કરી છે.