ટંકારા હાઈવે પર ખનીજ તંત્રે ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર રેતી ઢસડી જતા ચાર ડમ્પર ઝડપી પાડયા.

Advertisement
Advertisement
છેલ્લા ઘણા સમયથી મોરબી જીલ્લા મા ગેરકાયદેસર ખનન થઈ રહ્યુ હોય અને અનઅધિકૃત ખોદાયેલા ખનીજ ની હેરફેર હોવાની છાસવારે બુમો ઉઠતી રહે છે. ત્યારે મોરબી જીલ્લા ખનીજ શાખાએ આળસ ખંખેરી હાઈવે પર આકસ્મિક ચેકિગ હાથ ધરી ટંકારા તાલુકામાથી હાઈવે પર પસાર થતા ચાર ડમ્પરને ખનીજ વિભાગની મંજુરી વગર રોયલ્ટી ચોરી કરી રેતી ઢસડી જતા પકડી પાડી ને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી જીલ્લામા ખનીજ ચોરો બેફામ ખનન કરી ગેરકાયદેસર પરીવહન કરી રહ્યા ના પ્રજા તાબોટા પાડતી રહે છે. પરંતુ સરકારી તંત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ પર ગંભીર નોંધ લેવામાં સુસ્ત રહ્યા નુ ચિત્ર ઉપસતુ હતુ. એ ટાંકણે જ જીલ્લા ના ખનીજ વિભાગ હરકતમા આવ્યુ હોય એમ ઓચિંતા ટંંકારા હાઈવે પર વોચ રાખી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. અને હાઈવે પર થી પસાર થતા ડમ્પર નંબર GJ10TY 4757, GJ10TY 6408, GJ03BY 9603, GJ10TY 0063 ને અટકાવી ગેરકાયદેસર રીતે રેતી ઢસડી જતા હોવાનુ માલુમ પડતા ખનીજ ચોરીમા પકડી પાડી આશરે 1.25 કરોડ નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ ને જાણ કરી ચારેય ડમ્પર ને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી નિયમ મુજબ દંડનીય રકમ વસુલવાની કામગીરી હાથ કરવામા આવી હતી.