મોરબીના જાંબુડીયા નજીક શક્તિપરા વિસ્તારમાં એક શખ્સ પાસેથી વિદેશી દારૂની 24 બોટલ ઝડપી પાડવામાં આવી છે ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહીબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા જાંબુડિયા નજીક આવેલ શક્તિપરા વિસ્તારમાંથી મોરબી તાલુકા પોલીસ ટીમે આરોપી કરણ ગંગારામ મકવાણા નામના શખ્સને વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 7200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.