ટંકારાના નેકનામ ગામે ભાજપના પ્રચાર મોદી રથ ને ગામમા પ્રવેશવા દેવાયો નહીં.

Advertisement
Advertisement
ગામડાના ઝાંપે રથ પહોંચતા જ પાછા વળવા નો ગોકીરો થયો, ચાલકે લોકરોષ પારખી ચાલતી પકડી.. પંથકમા ખળભળાટ
રાજકોટ બેઠક ના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોવાનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.  રૂપાલાની ટીકીટ રદ કરવાના મુદ્દે બંને પક્ષે ગજગ્રાહ ચાલી રહ્યો છે. ત્યારે રવિવારે ટંંકારા તાલુકાના નેકનામ ગામે રૂપાલાનો ચુંટણી પ્રચાર કરતો મોદી રથ પહોંચતા અહીંયા રથ ને ગામમા પ્રવેશવા દેવાયો નહોતો. અને ઝાંપે થી જ કાગારોળ કરી હાંકી કઢાતા રથ ચાલક લોક રોષ પારખી પરત રવાના થઈ ગયો હતો. તાલુકામા ભાજપના રથ ને નો એન્ટ્રી થતા તાલુકામા ખળભળાટ મચ્યો છે.
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ની જીભ લપસી ગયા મુદ્દે ક્ષત્રિય સમાજ નારાજ થયા બાદ ક્ષત્રિય સમાજ ના ભભૂકેલા રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. રોષ હવે ગુજરાતના સિમાડા ટપી ને અનેક રાજ્યો સુધી પહોંચી ગયો છે. અને દરેક જગ્યાએ રૂપાલા વિરૂધ્ધ ભારે આક્રોશ ઠલવાઈ રહ્યો છે. દરરોજ રૂપાલા ની ટીકીટ રદ કરવા મુદ્દે કાગારોળ મચે છે. પરંતુ સામે પક્ષે ભાજપનુ વલણ પણ હજુ અક્કડ હોવાથી રાજયનુ વાતાવરણ અજંપાભરી સ્થિતિમા હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે. એવા ટાંણે રવિવારે  ટંંકારા તાલુકામા રૂપાલા નો ચુંટણી પ્રચાર કરતો મોદી રથ આવી પહોંચ્યો હતો. અને નેકનામ ગામે ગામના ઝાંપે થી અંદર પ્રવેશતા જ ગામડામા ગોકીરો શરૂ થયો હતો. અને પ્રચાર રથ ને ગામમા પ્રવેશતા અટકાવી રોષભેર પાછા વળવા કડડાઈ ભર્યા સ્વરે કાગારોળ મચતા મોદી રથ નો ચાલક લોકોનો રોષ પામી સમય પારખી ઝાંપે થી મુંગે મુંગા પરત રોડ પકડી રવાના થઈ ગયો હતો. ટંંકારા તાલુકામા  ભાજપા ના ચુંટણી પ્રચાર રથ ને ગામડામા નો એન્ટ્રી થયા ના વાવડ ઘડીભરમાં તાલુકામા ફરી વળ્યા હતા. મોદી રથ ને ઝાંપે થી પ્રચાર કરતો અટકાવી પાછા વળો ની કાગારોળ મુદ્દે તાલુકામા ખળભળાટ મચ્યો છે.