કોમનમેન ફાઉન્ડેશન મોરબી દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનો ફાઈનલ યોજાયો

Advertisement
Advertisement

પોતાની વિવિધતા સભર પ્રવૃત્તિઓ થકી સમગ્ર મોરબીમાં આગવી ઓળખ ધરાવતા કોમનમેન ફાઉન્ડેશન દ્વારા મોરબીના 15 વર્ષથી મોટી ઉંમરના બહેનો માટેની વકતૃત્વ સ્પધૉનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના સેમીફાઈનલમાં 15 થી 79 વર્ષના 100 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો જેમાંથી 21 બહેનોની ફાઈનલ રાઉન્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. જે ફાઈનલ રાઉન્ડ આજે PG PATEL કોલેજ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ સ્પર્ધામાં વ્યસનથી થતા નુકસાન, તેના કારણો, દુર કરવાના ઉપાયો વગેરેની સાહિત્ય સભર સ્ક્રીપ્ટ અને બહેતરીન રજૂઆત કરી બહેનોએ દિલ જીતી લીધું હતું. જેમાં પ્રથમ ક્રમે વિધી પંડ્યા, દ્વિતીય ક્રમે અવની વાઢેર અને તૃતીય ક્રમે પુજા ભેસદડીયા અને દિશા ધામેચાને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણીતા વક્તા અને એન્કર રવીન્દ્રભાઈ ત્રિવેદી, જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, તથા માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા તથા જ્યુરી મેમ્બર્સ તરીકે જ્યુરી તરીકે વિજયભાઈ રાવલ, ડો ભાવિનભાઈ ગામી, સંજયભાઈ બાપોદરીયા, શૈલેષભાઈ કાલરીયા, શૈલેષભાઈ ઝાલરીયા,

ડો અમિષા રાચ્છ, શોભનાબા ઝાલા, નિશાબેન દવે,અંજનાબેન તલસાણીયા, અનિતાબેન દોશી એ સેવાઓ આપી હતી.

કાર્યક્રમની ભુમિકા બાંધતાં મોરબીના જાણિતા ડોક્ટર, લેખક અને વક્તા તથા કોમનમેન ફાઉન્ડેશનના સુપ્રીમો ડો સતિષભાઈ પટેલે સંસ્થાની પ્રવૃતિઓની છણાવટ પોતાની આગવી શૈલીમાં કરી હતી. PG PATEL કોલેજના પ્રિન્સિપાલ ડો રવીન્દ્રભાઈ ભટટે આ પ્રકારની સાહિત્યક પ્રવૃતિઓ પોતાના પ્રાંગણમાં થવાનો આનંદ વ્યક્ત કરી સૌ ને આવકાર્યા હતા. આ સ્પર્ધાના કન્વીનર આરતિબેન રાંકજાએ સ્પર્ધાને મળેલા બહોળા પ્રતિસાદને વધાવી વ્યસન મુક્ત સમાજ માટે મહિલાઓના યોગદાનની માહિતી આપી હતી. સ્પર્ધા બાદ જ્યુરી મેમ્બર્સ વતી ડો અમીષા રાચ્છે સ્પર્ધકોને પર્ફોર્મન્સ માટે ધ્યાનમાં રાખવાની બાબતોની માહિતી આપી હતી. નિર્ણાયકો વતી રવીન્દ્રભાઈ ત્રિવેદીએ દરેક સ્પર્ધકોના પર્ફોર્મન્સની છણાવટ કરી વક્તૃત્વ સ્પર્ધા માટે અગત્યની ટીપ્સ આપી હતી. વિજેતાઓને કોમનમેન ફાઉન્ડેશન તરફથી આગામી 31/5 ઈનામ આપવામાં આવશે. બાકીના તમામ સ્પર્ધકોને નિર્ણાયકો વતી પ્રોત્સાહક ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ડો રવીન્દ્રભાઈ ભટ્ટ તથા પી. જી. પટેલ કોલેજ સ્ટાફ, ડો. પ્રેયસ પંડ્યાસાહેબ, આરતીબહેન રાંકજા, ધરતીબહેન બરાસરા, ભક્તિબહેન કાનાણી, ચંદ્રાસાલા સર, બરાસરા સર સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.