મોરબીના બાઈક ચોરીના ગુનામાં આરોપી ચોરીના બાઈક સાથે મોરબીના શકતશનાળા નજીકથી મળી આવ્યો હોય ત્યારે તેને હસ્તગત કરી અટક કરવામાં આવી છે.
પોલીસને ને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ચોરી ગયેલ મોટર સાયકલ સાથે મોરબી શકતશનાળા રાજપર રોડ મામાદેવના મંદીર પાસે છે ત્યારે મંદિર પાસે આરોપી મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો. સ્ટે. ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપી વશરામભાઈ નરશીભાઈ પરમાર ઉ.વ.૩૧ રહે શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ રામજી મંદીરની બાજુમા બુટાની વાડી મોરબીવાળાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.