વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિર નજીક એક ઈસમને જામગરી દેશી બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ તેમજ જી.પી. એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છેકાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિર નજીક બસ સ્ટેન્ડ પાછળ આરોપી જાવેદભાઈ અલ્લારખાભાઈ સંધવાણી (ઉ.વ.૨૫) રહે. માલાણી શેરી સંધવાણીવાસ માળિયાવાળા પાસેથી દેશી જામગરી નંગ -૦૧ કિં રૂ. ૫૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧-બી), એ તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.