વઘાસીયા ટોલનાકા નજીકથી દેશી દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઈ

Advertisement
Advertisement

વાંકાનેર – મોરબી હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીકથી મોરબી એલસીબી એ દેશી દારૂ ભરેલી ઇકો ગાડીને ઝડપી પાડી છે ત્યારે ઇકો ગાડી ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર – મોરબી હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીકથી એલસીબી પોલીસે બાતમીને આધારે 400 લીટર દેશી દારૂ ભરેલી જીજે – 13 – એબી – 6468 નંબરની ઇકો કાર સાથે આરોપી મુકેશ રતિલાલ પરમાર રહે.મૂળી જિલ્લો સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈ રૂપિયા 3.08 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં દેશી દારૂનો આ જથ્થો મુન્નાભાઈ રાજપૂતે મંગાવ્યો હોવાની આરોપીએ કબૂલાત આપતા એલસીબી પોલીસે બન્ને વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરવા કાર્યવાહી કરી હતી.