મોરબીના દલવાડી સર્કલ નજીકથી વિદેશી દારૂની 95 બોટલ ઝડપી પાડવામાં આવી છે. ત્યારે વિદેશી દારૂનો વેપાર કરતાં મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છેત્યારે વિદેશી દારૂનો વેપાર કરતાં મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ દલવાડી સર્કલ નજીક આવાસ યોજનામાં રહેતી સંગીતાબેન જીજ્ઞેશગીરી ગૌસ્વામી ઉ.31 નામની મહિલા ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતી હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા મહિલાના મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની 95 બોટલ કિંમત રૂપિયા 25220 મળી આવી હતી. વધુમાં આરોપી સંગીતાને વિદેશી દારૂનો આ જથ્થો કાલિકા પ્લોટમાં રહેતો આરોપી જુનેદ તૈયબભાઈ ચાનીયા આપી ગયો હોવાનું મહિલાએ કબુલતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી જુનેદને ફરાર દર્શાવી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.