ટંકારા તાલુકાના ઓટાળાથી જોધપર ગામ તરફ જતી સીમના રસ્તે ફૂલ સ્પીડે અને ગફલતભરી રીતે પોતાનું ટ્રેકટર ચલાવી મૂળ દાહોદના રહેવાસી બાળકને હડફેટે લઈ ઇજાઓ પહોચાડતા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળાથી જોધપર ગામ તરફ જતી સીમના રસ્તે આરોપી હરેશ શિવાભાઈ દેસાઈ નામના શખ્સે ફૂલ સ્પીડે અને ગફલતભરી રીતે પોતાનું ટ્રેકટર ચલાવી મૂળ દાહોદના રહેવાસી સાહિલ પર્વતભાઈ સંગોડ ઉ.8 નામના બાળકને હડફેટે લઈ બન્ને પગના પંજાના ભાગે ઇજાઓ પહોંચાડતા ટ્રેકટર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં સાહિલના પિતા પર્વતભાઈ સુનિયાભાઈ સંગોડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.



