માળિયા મી. ના હરીપર ગામ નજીક આવેલ એક મંદિર માંથી શેડના પાઇપ અમુક ઇસમો ઉપાડી ગયા હોય ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે હાલ પોલીસે આ પાઇપ ચોરોને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામની સીમમાં આવેલ રાજબાઈ માતાજીના મંદિરનો શેડ બનાવવા માટે રાખવામાં આવેલ ગોળ અને ચોરસ પાઇપ નંગ 36 કિંમત રૂપિયા 42,000 કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ જતા દેવાભાઈ જીવાભાઈ ડાંગરે માળીયા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.



