મોરબીના ઇન્દિરા નગર વિસ્તારમાં મકાનમાં મોરબી એલસીબીએ રેડ કરી હતી. ત્યારે આ કામના આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 36 જેટલી બોટલો મળી આવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ ઇન્દિરાનગરમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી મેહુલ ત્રિભુવનભાઈ સનુરાને વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 13,500 તેમજ એક મોબાઇલ મળી 18,500ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય આરોપી ભરતભાઇ ભરવાડનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ બી ડિવિઝન પોલીસમાં ગુન્હો નોંધાવ્યો હતો.