મોરબીના લાતી પ્લોટ 4 વિસ્તારમાંથી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે. ત્યારે આ અંગે હાલ પ્રોહી. અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લાતિ પ્લોટ -૪ માં આરોપી સમીર જુસબભાઈ કટીયાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૧૫૬૦ નો મુદામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે રેઇડ દરમિયાન ઝડપી પાડયો છે જ્યારે આરોપી સમીર જુસબભાઈ કટીયા રહે. લાતિ પ્લોટ -૪ મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.