ચુપણી ગામે થયેલ હત્યાના બનાવનો આરોપી ઝડપાયો

Advertisement
Advertisement

હળવદ થી મોટરસાયકલ પર દ્વારકા જતા સમયે પાછળ રહી ગયો શખ્સે ગામમાં પરત આવી ઝઘડો કરી આધેડને છરીના ઘા ઝીંક્યા હોય ત્યારે આ બાબતે હાલ પોલીસ દ્વારા આ કામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચુપણી ગામે રહેતા રામાભાઇ મોહનભાઇ ઓળકીયાઉ.55ની આરોપી ગણેશભાઇ વાલજીભાઇ ઓળકીયાએ છરીના ઘા ઝીકી હત્યા કરી નાખતા બનાવ અંગે મૃતકના પુત્ર ભરતભાઈ રામાભાઇ ઓળકીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ચારેક દિવસ પહેલા તેમના પિતા રામાભાઇ અને આરોપી ગણેશભાઈ મોટર સાયકલ લઈને દ્વારકા ગયા હતા ત્યારે આરોપી ગણેશભાઈ પાછળ રહી ગયો હતો.જે બાદ આરોપી પરત ચુપણી ગામે આવ્યો ત્યારે મૃતક રામાભાઇ સાથે ઝઘડો કરી તું કેમ મારી સાથે રહ્યો ન હતો ? હવેથી મારા ખેતરમાંથી ચાલતો નહીં કહેતા મૃતક રામાભાઇએ પણ આરોપી ગણેશને ખેતરમાંથી ન ચાલવું તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી ગણેશે છરીના ઘા ઝીકી દઈ રામભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને વચ્ચે પડેલા મૃતકના પત્ની વાલીબેનને પણ હાથમાં પણ છરી ઝીકી દીધી હતી.આ ગંભીર બનાવ મામલે આરોપી ગણેશભાઈ વાલજીભાઈ ઓળકીયા, ઉ.44 નામના શખ્સને હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લઈ વિધિવત ધરપકડ કરી છે અને આરોપી ગણેશ આ અગાઉ ચોરી, હત્યાની કોશિશ અને મારામારી સહિતના ત્રણ ગુન્હામાં હળવદ અને ટંકારા પોલીસ સ્ટેશનની ઝપટે ચડી ચુક્યો હોવાનું સામે આવ્યું છે.