મોરબી: લૂંટ ના ગુનાહના તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો

Advertisement
Advertisement

મોરબી ફીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાથી મોરબી સીરામીક પ્લાઝા કોમ્પલેશમાં જે.પી આંગણીયા પેઢીમાં થયેલ લૂંટના ગુના તમામ આરોપીઓનો કેસ ચાલી જૂતા નીદોર્ષ છૂટકારો

મોરબી બી ડીવી પોલીસ ના ૧૯/૦૩/૨૦૧૬ ના રોજ કરીવાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના કરીવાડી બીપીન નરભેરામભાઈ પટેલ તથા ઈજા પામનાર ભરત નારણ ભાઈ પટેલ જે.પી આંગળીયા પેઢીની ઓફીસ બંધ કરી નીચે ઉતરતા હતા તે દરમીયાન ત્રીજા માળે પગથીયા ઉપર મોહા ઉપર માસ્ક પહેર ત્રણ અજાણ્યા ઈસમોએ આંખોમાં મરચાની ભુકી છાંટી ઈજા પામનાર સાહેદને તીક્ષ્ણ હથીયારથી ઈજા કરી રોકડ રૂ. ૧૨,૦૦,૦૦૦/- ભરેલ ઘેલો તથા બે મોબાઈલ ફોન તેમજ ફરીયાદી સાથે જપાજપી કરી મુંઢ ઈજા કરી રોકડ રકમના ચેલો રૂ. ૧૨,૦૦,૦૦૦/- તથા બે મોબાઈલ ફોનની લુંટ કરી એકબીજાની મદદરૂપ થઈ ગોષ આરોપીઓએ ગુનો કરી નાશી ગયેલ બાબતનો ગુનો રજીસ્ટર કરી પોલીસ દવારા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. આ કામના આરોપીઓ અંગેનો કેશ અત્રેના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો આ કામેના આરોપી ૧. રાજેશ ઉર્ફે રાજૂ પ્રભુભાઈ વડાવીયા (પટેલ) ૨. જીતેન્દ્ર ભગવાનજી વડાવીયા (પટેલ) ૫. દીના ઉર્ફે દીનેશભાઈ કનૈયાલાલ અહેરવાલ વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અંગેચાણીયા રોકાવેલ.

આ કામે ફરીવાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા મેક્ટરશ્રી તથા તપાસ કરનાર અધિકારી શ્રી વીગેરેની જબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વડીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પણે કરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારે તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપલના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ આ કામે સીસીટીવી કબજે થયેલ નથી. તેમજ આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવેલ નથી. આમ આ કામેના આરોપીઓ વીરુધ્ધ કોઈ પુરતો પુરાવો ન હોય જેથી આરોપીઓને નીદોષ છોડવા દલીલ કરવામાં આવેલ. ઉપરોક્ત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી દીલીપભાઈ અંગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આવી નીદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ. આરોપી તરકે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દિલીપભાઈ અંગેચાણીવા, એડવોકેટ શ્રી જીતેન અંગેચાણીયા, જે. ડી. સોલંકી, હીતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડીયા, વી ચાવડા રોકાયેલ હતા.

D અડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા