વાંકાનેર દરબાર ગઢ વિસ્તારમાં ચક્કર આવતા અચાનક ઢળી પડ્યા હતા ત્યારે તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે પોલીસે મૃત્યુ નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર દરબાર ગઢ વિસ્તારમાં આવેલ સંઘવી શેરીમાં રહેતા સહદેવભાઇ રવિવનભાઇ ગોસાઇ ઉ.52 પોતાના ઘરે હતા ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ બેશુદ્ધ થઇ ઢળી પડ્યા હતા. ત્યારે તેઓને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડતા ત્યાં ફરજ પરના ડોક્ટરે સહદેવભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારે પોલીસે મૃત્યુ નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે