વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર મકનસર ગામની સીમમાં ટ્રક ચાલકે બાઈક ચાલકને લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે હાલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાય છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર ગામની સીમમા સરતાનપર રોડ પાસે અજાણ્યા ટ્રક ચાલકે GJ-36- AD-6960 નંબરનું બાઈક લઈને જઈ રહેલા શૈલેન્દેરકુમાર માધવપ્રસાદ શાહુ નામના યુવાનને હડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્ની અનુદેવીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.