હળવદ ખાતે આવેલ આલાપ સોસાયટીના એક વૃદ્ધને વિધિ કરાવવા ના બહાને રૂ.૩૯,૨૦૦/- ની છેતરપિંડી કરનાર બે શખ્સને મોરબી એલ.સી.બી. એ ઝડપી પડ્યા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબએલ.સી.બી.ની ટીમ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે મોરબી ત્રાજપર ચોકડી પાસે રોડ પરથી હળવદ પો.સ્ટે.ગુના કામના આરોપીઓને રોકડા રૂ.39,200 તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજીસ્ટ્રેશન નંબર GJ-03-NA-9498 કી.રૂ.50,000મળી કુલ રૂ. 89,200 ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.આરોપી દીપકનાથ નારાયણનાથ ધાંધુ/ધાંધલ (નાથબાવા) રોહીતનાથ ભગવાનનાથ ધાંધુ (નાથબાવા)ની ધરપકડ કરવામાં આવી છે