મોરબી તાલુકાના લાલપર ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી છે. ત્યારે લાલપર નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ શાનવી ટ્રેડિંગ નામના ગોડાઉન માંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આશરે 1500થી વધુ પેટી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ઉપરાંત ડ્રાઇવર સહિતના શખ્સો ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ની અંદર આવેલ શાનવી ટ્રેડિંગ ગામના ગોડાઉનમાં લાખો રૂપિયા નો ઇંગ્લિશ દારૂનો જથ્થો હોવાની ખાનગી રાહે બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હોય તેના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યા પર રેડ કરતા દારૂનું કટીંગ ચાલી રહ્યું હોય ત્યારે આખરે 1500થી વધુ વિદેશી દારૂની પેટી સાથે, ટ્રક, બોલેરો અને કાર મળી કુલ સવા કરોડથી વધુ નો મુદ્દા માલ પ્રાપ્ત કરી ગોડાઉનમાં હાજર શ્રમિકો અને ડ્રાઇવર સહિતના સામે ધોરણની કાર્યવાહી હાથ ધરી છે. એસએમસી ની રેડથી મોરબી પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે.