મોરબી તાલુકાના બંધુનગર નજીક આવેલ ચામુંડા હોટેલ સામે અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલકએ બાઈક ને ટક્કર મારતાં બાઈક પર સવાર મહિલાનું મોત નિપજ્યું હતું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબકે, આ કામના આરોપીએ પોતાના હવાલાનું ટ્રક ડમ્પર વાહન નંબર-જી.જે.૧૦-ટી.વાય-૫૫૫૧ વાળુ ફુલ સ્પીડમા,ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફીકરાઇથી બેદરકારી ભરી રીતે ચલાવી નીકળી જેન્તીભાઈ હમીરભાઈ છાંસીયાના મો.સા. રજી. નં.GJ-03-NJ-1267 વાળા ઉપર સવાર જેન્તીભાઈ હમીરભાઈ છાંસીયા તથા તેમના પત્નિ કમુબેન ઉર્ફે કોમલબેન ઉ.વ.૩૨ તથા દીકારા કાર્તીકને પાછળથી ઠોકર મારી તમામને રોડ ઉપર પછાડી દઇ વાહન અકસ્માત કરી ટ્રક ડમ્પરનુ વ્હીલ કમુબેન ઉર્ફે કોમલબેનના ડાબા પગના સાંથળ તથા કમરના ભાગ ઉપરથી ફરી જતા કમર તથા ડાબા પગના સાંથળનો ભાગ ચગદાઇ ચેપી જતા ગંભીર ઇજાઓ પહોચાડી મોત નીપજાવી તેમજ ફરીયાદીને ડાબા પગના ઢીંચણ પાસે છોલછાલની ઇજા કરી પોતાના હવાલાનુ ટ્રક ડમ્પર સ્થળ ઉપર રેઢુ મુકી નાસી ગયો હોય ત્યારે આ બાબતે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.